વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત
મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
SHARE
મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી પસાર થઈ રહેલી ઈકો ગાડી સાથે કાર ચાલકે તેની કાર અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ઇકો ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જે પૈકી એકને સાથળ, ઘૂંટણ અને ખભાના ભાગે ફેક્ચર થયું છે જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વીસીપરા વિસ્તારમાં પંચની માતા પાસે રહેતા જગદીશભાઈ મનુભાઈ ઝિંઝવાડીયા (26)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર યુપી 42 બીકયું 0529 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદ હિતેશભાઈ ફરિયાદીના ભાણેજ રાહુલભાઈની ઇકો ગાડી નંબર જીજે 36 એપી 7593 લઈને મોરબીના જુના ઘૂટું રોડ ઉપર કારખાના સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી કાર ચાલકે પોતાની કાર બેફિકરાયથી ચલાવી હતી અને ઇકો ગાડી સાથે અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવવામાં હિતેશભાઈને ડાબા ખભા, જમણા પગના સાથળ અને ઘૂંટણના ભાગે ફેકચર જેવી ઇજા થયેલ છે અને ફરિયાદીને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
સાપ કરડી ગયો
વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા હિતેશભાઈ જયંતીભાઈ સરવૈયા (20) નામના યુવાનને નદીના કાંઠે હતો ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ઓડ ગામે રહેતો અજય મનસુખભાઈ વિજવાડીયા (20) નામનો યુવાન ઢુવા ચોકડી પાસે દ્વારકાધીશ હોટેલ નજીકથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈકને રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
યુવાન સારવારમાં
મોરબીના રવાપર ગામે રહેતો વિનોદ અમરશીભાઈ બોચિયા (44) નામનો યુવાન સનાળા ગામે રઘુ મામાની ડેલી પાસે હતો ત્યારે ત્યાં ત્રણથી ચાર લોકો દ્વારા તેને માર મારવામાં આવતા ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે