રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન
Breaking news
Morbi Today

રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત


SHARE































રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે રાજકોટ બાજુથી મોરબી તરફ આવી રહેલ કાર કોઈ કારણોસર રોડ ઉપર 8 થી 10 પલટી મારી ગઈ હતી અને રોડ સાઈડમાં આવેલ ટીસી સાથે કાર અથડાઇ હતી જેટી કરીને કારની અંદર બેઠેલા કુલ ત્રણ યુવાનોને ગંભરી ઇજા થઈ હતી જે પૈકી બે યુવાનોના સારવારમાં મોત નીપજ્યા છે જો કે, એક યુવાન હાલમાં સારવાર હેઠળ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતા જીવણભાઈ સવાભાઈ ડાભી (35), અમન ગણેશભાઈ બાબરીયા (25) અને પ્રભાતભાઈ કાળુભાઈ લામકા (28) નામના ત્રણ યુવાનો સ્વિફ્ટ કાર નંબર જીજે 3 પીઆર 5938 લઈને રાજકોટથી વહેલી સવારે મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે તેઓની કાર રોડ ઉપર 8 થી 10 પલટી મારી ગઈ હતી અને રોડની સાઇડમાં આવેલ ટીસી સાથે કાર અથડાઇ હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં ત્રણેય યુવાનોને ગંભીર ઇજા થઈ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા દરમિયાન પ્રભાતભાઈ કાળુભાઈ લામકા અને અમન ગણેશભાઈ બાબરીયા નામના બે યુવાનોના મોત નીપજયાં છે જો કે, જીવણભાઈ ડાભી નામનો યુવાન હાલમાં સારવાર હેઠળ છે વધુમાં ઇજાગ્રસ્ત યુવાનોના સગા સબંધી પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય યુવાનો મંડપ ડેકોરેશનનું કામ કરતાં હોય તેઓ રાજકોટથી મોરબીમાં ડેકોરેશનનું કામકાજ કરવા માટે થઈને આવી રહ્યા હતા દરમિયાન તેઓની કાર પલટી મારી ગઈ હોવાના કારણે અકસ્માત થયો હતો અને આ બનાવમાં ત્રણેય યુવાનોને ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનો પૈકી બે યુવાનના મોત નીપજયાં છે જેથી હોસ્પિટલ મારફતે પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે












Latest News