હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ
SHARE
હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ
ટીકર હળવદ રોડ ઉપરથી પસાર થતી સુપર કેરી ગાડીને રોકીને ચેક કરતા તેમાં ત્રણ અબોલ જીવને કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને હાલમાં એક શખ્સને મુદામાલ સાથે પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ભથી આપાભાઈ રાઠોડ (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાદરભાઈ કાળુભાઈ ભાડુલા (39) રહે. હાઉસિંગ બોર્ડ મદીના મસ્જિદ પાસે ધાંગધ્રા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટીકર ચોકડી ખાતે ટીકર હળવદ રોડ ઉપરથી આરોપી તેના કબજા વાળી સુપર કેરી ગાડી નંબર જીજે 13 એ એક્સ 2648 માં કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર ભેસના બે પાડા અને એક પાડી આમ કુલ ત્રણ અબોલજીવને કુરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર લઈ જતા હોય અબોલજીવને કતલખાને જતાં બચાવવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના મકનસર ગામ પાસે જુગાર રમતા ત્રણ પકડાયા
મોરબીના મકાનસર ગામની સીમમાં એપેક્સ સેનેટરી તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલણીયા, હેમંતભાઈ સુખદેવભાઈ મકવાણા અને દિનેશભાઈ ચતુરભાઈ ઝંઝવાડીયા રહે. બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે