ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
ટંકારા તાલુકાના નસીતપર ગામે મચ્છી પકડવાની યુવાન પાસે જાળ માગી હતી ત્યારે યુવાને ડેમ ખાતે આવેલ ઓરડીમાં જાળ પડી છે અને તે ભરતભાઈ પારઘીને પૂછીને લેવા માટે થઈને કહ્યું હતું તે સામેવાળાઓને સારું નહીં લાગતા તે બાબતે ત્રણ શખ્સો દ્વારા યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા નરેશભાઈ કાળુભાઈ ચાવડા (35) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોપટભાઈ દેવીપુજક, ધમો પોપટભાઈ દેવીપુજક અને જીતેશ સાદુરભાઈ દેવીપુજક રહે. બધા નસીતપર ધ્રુવ નગર ખાતે આવેલ ડેમી-2 ડેમ પાસે વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે નસીતપર ગામની સીમમાં પ્રવીણભાઈની દુકાને ફરિયાદી ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ફરિયાદી પાસે મચ્છી પકડવાની જાળ માંગતા ફરિયાદીએ તેઓને ડેમ ખાતે આવેલ ઓરડીમાંથી સાહેદ ભરતભાઈ પારઘીને પૂછીને જાળ લેવા માટે વાત કરી હતી અને તે સામે વાળાઓને સારું નહીં લાગતા ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળો આપવામાં આવી હતી અને શરીરને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે