મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા
SHARE
મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા
મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસના ચાલાકે બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથામાં હેમરેજ તથા મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ઈજાગ્રસ્ત યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીમાં સોઓરડી પાસે આવેલ વરિયાનગરમાં રહેતા જયેશભાઈ માવજીભાઈ મકવાણા (26)એ બસ નંબર જીજે 36 વી 1546 ને ચાલક સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ભાઈ ત્રાજપર ચોકડી પાસે નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપરથી શોભેશ્વર રોડ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે બસના ચાલકે ફરિયાદીના ભાઈ હિતેશભાઈ બાવજીભાઈ મકવાણાના બાઈક નંબર જીજે 36 એચ 4056 ને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે હેમરેજ તથા મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે