મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 6 ઇસમો મળી આવ્યા હોય પોલીસે 17,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિગમા હતી ત્યારે સિપાઈ વાસ માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રફિકભાઈ હુસેનભાઇ રાઠોડ (41), અબ્દુલભાઈ કાદરભાઇ સમા (50), આરીફખા કાસમખા ખોરમ (42), અનવરભાઈ અહેમદભાઈ પઠાણ (70), આમદભાઈ ભુરાભાઈ દલવણી (70) અને દિલાવરભાઈ હસનભાઈ ખોખર (64) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 17,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
કેન્સર ની બીમારી સબબ યુવાનનું મોત
મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા સુરેશભાઈ વેરશીભાઈ થરેશા (44) નામના યુવાનને ગળાના કેન્સરની બીમારી હતી અને કેન્સરની બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે