મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ
SHARE
મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ
મોરબીના અણીયારી ગામના પાટીયા પાસેથી પસાર થતા આઇસરને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં 39 જેટલા પાડાને કુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યૂ હતું જેથી કરીને અબોલ જીવ તથા વાહન આમ કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર માં રહેતા અનિલભાઈ નરસીભાઈ અસ્વાર (33)એ હાલમાં જાવીદ જાગીર શાહ રહે. રામ રહીમ નો ટેકરો નગીના મસ્જિદ ગલી નંબર 2 બહેરામપુરા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ગામના પાટીયા પાસેથી આરોપી પોતાના હવાલા વાળું આઇસર નંબર જીજે 1 સિયુ 9128 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને સાથે રાખીને ગૌરક્ષકો દ્વારા આઇશરને રોકવામાં આવ્યો હતો અને વાહનને ચેક કરવામાં આવતા તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવ્યા વગર 39 જેટલા પાડાઓને કુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને હાલમાં 1.56 લાખ રૂપિયાની કિંમતના અબોલ જીવ અને 7 લાખની કિંમતનું વાહન આમ કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને પકડીને મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે