મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો


SHARE





















નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન કરીને તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબીના બગથળા ગામે આવેલ નકલંક ઘોડા વાળાના મંદિરે આજે અન્નકુંટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું હતું જેનો રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને હજારોની સંખ્યામાં આસપાસના ગામના લોકોએ લાભ લીધો હતો.

મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામજનોના સહકારથી નકલંક મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદનું મહંત દામજી ભગત તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને બેસતા વર્ષના દિવસે વહેલી સવાથી જ મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા હતા અને સહુ કોઈએ નકલંક દાદાના દર્શન, મહા આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામો માંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે આ મંદિરે બીલીયા, બગથળા, બરવાળા, મોડપર, માણેકવાડા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદાનગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત ૧૦૦ જેટલા ગામોમાંથી લોકો અહી આવતા હોય છે આટલું જ નહિ રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયા સહિતના રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાં દાદાનો પ્રસાદ લઈને જેના અન્ન ભેગા તેના મન ભેગા તે ઉક્તિને સાર્થક કરતા હોય છે ખાસ કરીને નવા વર્ષમાં દરેક લોકો નકલંક દાદાના દર્શન કરીને તમામ લોકોને દાદા શરીર સુખ આપે તેવી પ્રર્થના કરતા હોય છે આ મંદિરના મહંતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના 206 વર્ષ પૂર્વે કરવામાં આવી છે ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન રાખવામાં આવે છે જેનો આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે અને નકલંક દાદાની કૃપાથી આ પંથકમાં લોકોની ખુબ જ પ્રગતિ થયેલી છે ત્યારે આગામી વર્ષમાં દાદાની તમામ ભગતો પર અને આસપાસના ગામો પર કૃપા બની રહે તેવી પ્રાથના કરી છે તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી ગત વર્ષમાં ઘણી બધી હેરાન ગતિનો લોકોએ સામનો કર્યો છે જેમાં ખાસ કરીને મંદી અને મોંઘવારી સૌથી મોખરે રહેલ છે અને આ બન્નેની અસરના કારણે ધંધા, રોજગાર પડી ભંગિયા છે ત્યારે આજથી સારું થતા નવા વર્ષમાં એક મેકને શુભેચ્છા આપતા સહુ કોઈએ એવી આશા અને અપેક્ષ વ્યક્ત કરી હતી કે આગામી વર્ષમાં આવા દિવસો અને આવી હેરાન ગતિ પછી ન આવે તો સારું અને સારા ધંધા રોજગાર નીકળે તે માટે નકલંક દાદા પ્રાથના કરી હતી










Latest News