અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી


SHARE























માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી

માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી ઊભી કરવામાં આવી છે જે બાબતે અરજદાર દ્વારા જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક બે નહીં પરંતુ 36 જેટલી અગાઉ અરજીઓ કરવામાં આવી છે તો પણ ગેરકાયદેસર પવનચક્કીઓ કાઢવામાં આવી નથી અને કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી જેથી હાલમાં અરજદારે વધુ એક વખત કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ગેરકાયદેસર પવનચક્કીઓ બંધ કરવામાં આવે તેના માટેની રજૂઆત કરી છે અને જો આગામી 20 નવેમ્બરના રોજ યોજનાના સંકલન સહ ફરિયાદ નિવારણ કાર્યક્રમ પહેલા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ નિવારણના કાર્યક્રમને તાળાબંધી કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે

માળીયાના કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઇ બાબરીયાએ હાલમાં કલેકટરને લેખિત રજૂઆત કરીને તેઓના ગામ પાસે ઊભી કરવામાં આવેલ ગેરકાયદેસર પવનચક્કીઓ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે સાથોસાથ આગામી 20 નવેમ્બર સુધીમાં જો કલેક્ટર કચેરી મારફતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી તારીખ 20 નવેમ્બરના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાનાર સંકલન સહ ફરિયાદ નિવારણ કાર્યક્રમને તાળાબંધી કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે તેઓના ગામની પાસે રોડ રસ્તાની નજીક ગેરકાયદેસર રીતે પવનચક્કીઓ ઊભી કરવામાં આવી છે જો પવનચક્કીઓ પડે અને કોઈ જાનહાની થાય તો તેના માટે કલેક્ટર જવાબદાર રહેશે. અને અગાઉ ગેરકાયદેસર પવનચક્કી બાબતે એક કે બે નહીં પરંતુ 36 જેટલી અરજીઓ કરેલ છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને કામ કરવામાં આવ્યું નથી જેથી આગામી સમયમાં યોજાનાર સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો કચેરીમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.










Latest News