મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





















મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના ગાળા ગામ પાસે રાહદારી યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથામાં ઇજા થવાથી રાહદારી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના મકનસર ગામ નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જે બનાવમાં માથામાં ગંભીર ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવેલ યુવાનનું મોત નીપજ્યું છે આ બંને બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ ઓરીક્ષ પેકેજીંગ કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા રમેશ રામાવતાર રાજવર (40)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગાળા ગામના પાટીયા પાસે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપરથી તેઓના ભાઈ રાજેશ રામાવતાર રાજવર ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે ફરિયાદીના ભાઈનું મોત નીપજ્યું હતું અને વાહનચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા માવજીભાઈ સામાભાઈ ઉર્ફે શામજીભાઈ ભડાણીયા (43)એ બાઈક નંબર જીજે 36 એએસ 8263 ના ચાલક મૃતક રાહુલભાઈ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં  જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર મકાનસર ગામ પાસે આવેલ ક્રિષ્ના વિજય કારખાના સામેની કટ પાસેથી ફરિયાદી પોતાનું ટ્રેક્ટર નંબર જીજે 36 એસી 0846 લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં બાઈક ચાલકે પોતાનું બાઈક અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી રાહુલભાઈ કુંઢીયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં ટ્રેક્ટર ચાલાકની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સનાળા રોડ ઉપર દુકાન પાસેથી બાઈકની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની સામેના ભાગમાં સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સંજયભાઈ કિશોરભાઈ કંઝારિયા (26)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની બાજુમાં પૂજા વેલ્વેટ નામની દુકાન પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 એન 4022 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News