મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં
મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત
SHARE
મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત
વાંકાનેર એસટી ડેપો ખાતે પહેલા માળે સીડી ઉપરથી પડી જતા ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નીપજ્યું છે જ્યારે મોરબીના પાનેલી રોડ પર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને મકનસર ગામ પાસે ટ્રેક્ટર સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમા યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર એસટી ડેપો ખાતે પહેલા માળની સીડી ઉપરથી પડી જવાના કારણે મૂળ લુણસર ગામમાં રહેવાસી અને હાલમાં ગાંધીનગર ખાતે શુભ લાભ રેસીડેન્સી ખાતે રહેતા જયેશભાઈ રામજીભાઈ ચાવડા (37)ને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીકના મકાનસર ગામે રહેતો રાહુલભાઈ ઉમેશભાઈ કુંઢીયા (19) નામનો યુવાન શનિવારે બપોરના 12:00 વાગ્યાના અરસામાં પ્રેમજીનગરના પટમાંથી બાઇક લઈને જતો હતો ત્યારે કોઈપણ કારણોસર ટ્રેક્ટર સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ કેડા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પુનિતકુમાર સુરેશપ્રસાદ (29) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નવીનભાઈ કુંડારીયા રહે. મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે