કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું સુરત ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ લઈ શકાશે
Breaking news
Morbi Today

ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો


SHARE









ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો

મોરબી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા, જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી જાળવવા તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની નિર્ભરતા ઘટાડવાના ઉમદા હેતુસર જિલ્લાભરમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત વિશેષ તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે.  ખેત બચાવો અભિયાન હેઠળ ખેતીને પર્યાવરણમૈત્રી, આર્થિક રીતે સધ્ધર અને લાંબા ગાળે ટકાઉ બનાવવાનો છે, જેથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બને તે હેતુથી ગત તા. ૨૭/૧૦/૨૦૨૬ થી તા. ૩૦/૧૧/૨૦૨૬ સુધી નિર્ધારિત આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કુલ ૩૨ તાલીમ સત્રો યોજવામાં આવ્યા છે, જેમાં બહોળી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતો જોડાઈને કુલ ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ આ તાલીમનો લાભ લીધો છે. આ કાર્યક્રમો દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત/ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.




Latest News