મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત
SHARE
મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત
હળવદ તાલુકાના રણમલપુર ગામે કુલદીપભાઈની વાડીએ રહીને મજુરીકામ કરતો સાબીરભાઈ જેગલીયાભાઈ ધાણક (40) નામનો યુવાન વાડીએ સુતો હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં ટુંકી સારવાર બાદ સાબીરભાઈ ધાણકનું મોત નિપજયુ હતું. જયારે હળવદના નવાકોયબા ગામે ગણેશ પ્રભુ પટેલની વાડીએ હલર લઈને કામે ગયેલ મહેશ જીલુભાઈ રજપુત (36)ને ટ્રેકટરની ટોપલીન અને પેટી વચ્ચે માથુ આવી જતા વધુ સારવાર અર્થે અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પી લેતા સારવારમાં
હળવદના ખેતરડી ગામે વાડી વિસ્તારમાં કામ દરમ્યાન ઝેરી પ્રવાહી પી લેતા હરેશભાઈ સુનજીભાઈ ભીલ (35)ને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે ટંકારા અને લતીપરની વચ્ચે વાહન અકસ્માતમાં ઘવાયેલા ફૈઝલ રજાકભાઈ સરગતીયા (29) રહે. નગરદરવાજા પાસેને સિવિલે લાવવામાં આવ્યો હતો.જીતેસ અમરશી ઉધરેજા (48)ને ઈજા થયેલ હોય સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જયારે અગમ્ય કારણોસર ઘરે વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ જતા રવિ રમેશભાઈ અમૃતિયા (25) રહે. હરીદ્વાર હોમ્સ ઉમા ટાઉનશીપને નકલંક હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. તેમજ રોડ ઉપર પડેલો ફુગો લેવા જતા સમયે અજારયા બાઈક ચાલકે હડફેટે લેતા આરવા સંદીપભાઈ ઉપસરીયા (5) રહે. જુના નાગડાવાસ તા.મોરબીને સારવારમાં ખસેડાયો હતો. આ બનાવ રવાપર રોડ ડો. મહેશ્ર્વરી હોસ્પિટલ નજીક બન્યો હોય એ ડીવીઝન પોલીસે નોંધ કરીને તપાસ કરી હતી.









