મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE









મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલા લખધીરપુર ગામનો રહેવાસી રાહુલ ભરતભાઈ જોગડીયા નામનો અઢાર વર્ષનો યુવાન ગત તા.28-10ના રોજ બાઈક લઈને નવાગામથી લખધીરપુર જતો હતો.ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી ઈજાગ્રસ્ત રાહુલને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર દરમ્યાન રાહુલ જોગડીયાનું મોત નિપજયું હતું.

બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અનીલભાઈ પરમારે આગળની તપાસ હાથ ધરેલ છે.  જયારે સોલંકીનગર ખાતે ગામના ચોકમાં થયેલ મારામારીમાં ત્યાં રહેતા કાથડભાઈ ચતુરભાઈ રાઠોડ (35)ને ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ વાંકાનેર હાઈવે મકનસર નજીક બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ગણેશભાઈ મુળજીભાઈ પરમાર (55) રહે. ગણેશનગર ટીંબડીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
 જાંબુડીયા ગામે રોડ ક્રોસ કરતા સમયે બાઈક ચાલકે હડફેટે લેતા મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી રહેતા લક્ષ્મીબેન દશરથભાઈ પરમાર (40)ને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. જયારે પીપળીયા ચોકડી પાસે રોડ ક્રોસ કરતા વખતે અજાણ્યા કારના ચાલકે ટકકર મારતા કેતનભાઈ (35) રહે. પટેલ પાર્ક જામનગરને ઈજા થયેલ હોય મોરબી સિવિલે લાવવામાં આવેલ અને બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.ભડીયાદ રોડ બૌધ્ધનગરમાં રઝડતા ખુંટીયાની અથડામણ દરમ્યાન ઝપટે ચડી જતા વિશાલ કેશુભાઈ રાણવા રહે.બૌધ્ધનગર નામના દોઢ વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
દારૂ પકડાયો
 મોરબી-વાંકાનેર હાઈવે લખધીરપુર રોડ હોટલ રીજન્ટા પાસેના સલાટવાસમાં રહેતા ખુશાલ રૂડાભાઈ પરમારને ત્યાં પોલીસે રેડ કરતા ઘરમાંથી 31 બોટલ દારૂ કિંમત રૂા.13,438નો જથ્થો મળી આવેલ હોય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મારમારી
 નટરાજ ફાટકે થયેલી મારામારીમાં ઈજા થતા અનીલ ચંદુભાઈ ચનુરા (32) રહે. મોરબી-2 પાવર હાઉસ પાછળને સારવારમાં ખસેડાયો હતો. જયારે ત્રાજપરમાં ઘરે ભાઈ ભાભીએ માર મારતા અમીત અવચરભાઈ રાઠોડ (35)ને સારવારમાં સિવિલે લઈ જવાયો હતો. માળીયા ફાટકે એકટીવા સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયેલ મુન્ના જાદવજીભાઈ થરેસા (31) રહે. ઈન્દીરાનગર (મહેન્દ્રનગર)ને આયુષમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.




Latest News