મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ
SHARE
મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના પૂર્વે આશરે ૯૫ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રવાપર રોડ, શનાળા રોડ, રવાપર ચોકડી, શનાળા, ઉમિયા સર્કલ, GIDC, કન્યા છાત્રાલય રોડ, જૂના બસ સ્ટેન્ડ રોડ, નગર દરવાજા, સમાકાંઠે, મહારાણા પ્રતાપ સર્કલ, પંચાસર રોડ, ડી-માર્ટ રોડ પાસે ખાદ્ય પદાર્થની તપાસની કામગીરી કરેલ હતી અને બેદરકારી રાખનારા વેપારીઓને નોટિસ આપીને નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ મોરબીના પંચાસર રોડ તથા સામાકાંઠાના અલગ અલગ પાંચ આરઓ પાણી પ્લાન્ટના પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમ્યાન ૯૫ પેઢીઓમાંથી ૮ પેઢીઓ પાસે લાઈસન્સ ન હોવાથી વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને તપાસ દરમિયાન આશરે ૧૫ કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને ૨૦ પેઢીઓમાં TPC મશીન દ્વારા તેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં ડી-માર્ટ નજીક આવેલ પિઝા પાઇ અને શનાળા રોડ પર આવેલી બર્ગર મોલમાં TPC ૨૫ થી વધારે આવતા આશરે ૭ કિલો બળેલા તેલનો નાશ કરાવીને વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. અને મોરબીમાંથી જય અંબે વોટર, પવિત્ર વોટર, સ્પીડ વોટર, શ્રી ગણેશ વોટર, શિવ ગંગા વોટરના પાણી ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવેલ હતા અને તેના રિપોર્ટ યોગ્ય આવેલા છે જો કે, રવાપર રોડ પર આવેલ ગુરુજી ફાસ્ટ ફૂડમાંથી એનાલૉગ ચીજ મળી આવેલ હતું તથા વાસી મન્ચુરિયન ગ્રેવી મળેલ હતી જેના નાશ કરીને વેપારીને નોટીસ આપીએલ છે તો પિઝા પાઇમાંથી આશરે ૩૦૦ ગ્રામ વાસી પાસ્તા, ધ લવ ઓફ વફલમાંથી એક્સપાયરી ડેટ વાળા ૫૦૦ ગ્રામ ચોકો ચિપ્સનો અને અવધ સ્વીટમાંથી એક્સપાયરી ડેટ વાળા ચવાણા ચોરાફરીના પેકેટોનો નાશ કર્યો છે અને વેપારીઓને નોટિસ આપેલ છે. ખાસ કરીને મીઠાઇ તથા ફરસાણના કારખાના અને રસોડામાં તપાસ દરમ્યાન અવધ સ્વીટ, પટેલ સ્વીટ અને નમકીન, ભોલેબાબા ડેરી ફાર્મમાં ભારે ગંદકી તથા કારીગરોની પર્સનલ હાઇજીનનો અભાવ જોવા મળતા નોટીસ આપવામા આવેલ છે. તેવી માહિતી મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર પાસેથી જાણવા મળેલ છે.