મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં
મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત
SHARE
મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક બાલાજી હાર્ડવેર સામે રસ્તા ઉપર ટેન્કરના ચાલકે પોતાનું વાહન અકસ્માત થાય તે રીતે ઊભું રાખ્યું હતું દરમિયાન પાછળથી આવતો ટ્રક તેમાં અથડાયો હતો જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ટ્રક ચાલકને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી આધેડનું મોત નીપજયું હતું અને ટેન્કરનો ચાલાક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં વૃષભ નગરના ગેટ પાસે આવેલ શિવાલય એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 402 માં રહેતા રાજકિશોર બાલેશ્વર યાદવ (47)એ હાલમાં ટેન્કર નંબર જીજે 18 બીટી 6079 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં બાલાજી હાર્ડવેરની સામેના ભાગમાં આરોપીએ તેનું ટેન્કર રોડ ઉપરથી આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે વચ્ચોવચ રાખ્યું હતું અને પાછળ આવતો ટ્રક નંબર જીજે 36 એક્સ 1514 તેની પાછળ અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ટ્રકના ચાલક મુન્ના રામાશીશ (51) નામના આધેડને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આરોપી પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનનું બીમારી સબબ સારવારમાં મોત
મોરબીમાં આવેલ લાતી પ્લોટ શેરી નંબર 2 માં રહેતા રમજાનભાઈ તૈયબભાઈ માલાણી (44) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે હતો અને તે બીમાર હોય તેને બીમારી સબબ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મુસ્તાકભાઈ રહીમભાઈ માલાણી (31) રહે. લાયન્સનગર વીસીપરા મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે