મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત
મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ એમ.બી.મીસ્ત્રી
SHARE
મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ એમ.બી.મીસ્ત્રી
મોરબીમાં કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ સંચાલીત વૃધ્ધાશ્રમ મોરબીના વડીલોની મુલાકાતે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. મીસ્ત્રી સહિતનો સ્ટાફ આવેલ હતો અને દરેક વડીલોને દિપાવલીની શુભકામના પાઠવી પીઠાઈ ખવડાવીને દરેકના આશીર્વાદ મેળવેલ હતા. આ પ્રસંગે ટ્રસ્ટી રાજુભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. અને વૃધ્ધાશ્રમની મુલાકાત કરાવી વડીલોની દિનચર્યા તથા સુવિધાઓથી માહિતગાર કર્યા હતા. મુલાકાત દરમ્યાન તેમના વરદહસ્તે સંસ્થા તરફથી દિપાવલીના અવસરે દરેકને સાડી વિતરર કરવામાં આવેલ અને કોઈપણ કામકાજ હોય તો મહિલા પોલીસનો સ્ટાફ અને સમગ્ર પોલીસ સ્ટાફ આપની સાથે જ છે અને ગમે ત્યારે યાદ કરવા અનુરોધ કરેલ છે વૃધ્ધાશ્રમની મુલાકાત દરમ્યાન મેનેજર કીરણબા વાઘેલા તથા હેતલબેન મહેતાએ સુંદર વ્યવસ્થા ગોઠવેલ. મેડમ સાથે મહિલા પીએસઆઈ અલ્પાબેન પણ હાજર રહી વડીલોના આશીર્વાદ મેળવેલ છે









