મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી
Breaking news
Morbi Today

અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત  


SHARE









અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત  

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતો અને એલ્યુમિનિયમનો ધંધો કરતો યુવાનને ધંધામાં આર્થિક સંકળામણ આવતા ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે નર્મદાની કેનાલમાં પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પી.ડી.પંડ્યા કોલેજ રોડ ઉપર બહુરાણી સોસાયટી ખાતે રહેતા મહમદભાઈ મુફતદલભાઈ રાજકોટવાળા (24) નામના યુવાને હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પોતાની જાતે પડીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા મુફતદલભાઈ તાહેરઅલી રાજકોટવાળા (57) રહે. અમદાવાદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન એલ્યુમિનિયમ સેક્શનનો ધંધો કરતો હતો અને ધંધામાં આર્થિક સંકળામણ આવતા તે ઘરેથી નીકળી ગયો હતો અને હળવદના સુખપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પોતાની જાતે પડીને તેને આપઘાત કર્યો છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News