અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત
મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત
SHARE
મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત
મોરબીના બેલા ગામ પાસે આવેલ મામા કેમિકલ કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની ચાર વર્ષની દીકરી કારખાનામાં ટેબલ ઉપર રમતી હતી ત્યારે રમતા રમતા પડી જવાના કારણે તે બાળકીને માથાના ભાગે ગંભીર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ત્યારબાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિપજ્યું છે જ્યારે મોરબીના કાલિકાનગર ગામે વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, તેઓને સારવાર મળે ત્યારે પહેલા તેનું મોત નીપજયું હતું
મૂળ હળવદ તાલુકાના કીડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મામા કેમિકલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ ચીપરની ચાર વર્ષની દીકરી પ્રિન્સા મામા કેમિકલ કારખાનામાં ટેબલ ઉપર રમતી હતી ત્યારે ગત તા. 26/10 ના રોજ રમતા રમતા તે ટેબલ ઉપરથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ હતી અને સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગેની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબી તાલુકાના કાલિકાનગર ગામે રહેતા શિવલાલભાઈ વસ્તાભાઈ બોસિયા (65) પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેઓને છાતીમાં દુખાવો ઉપાડતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે