મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત
મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા
SHARE
મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા
મોરબીમાં શાક માર્કેટની પાછળના ભાગમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સ 3400 રૂપિયાની રોકડ સાથે પકડાયા હતા જેથી પોલીસે તે બંનેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈરફાન વલીભાઈ તરકવાડીયા (33) રહે. મકરાણીવાસ મોરબી તથા આરીફભાઈ ગફારભાઈ પરમાર (42) રહે. જોન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3,400 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.