બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી


SHARE









મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ! લખધીરવાસમાં પણ ગાળો બોલવાની ના પાડતા મારામારી

મોરબીના સામાકાંઠે રહેતી યુવતીએ બજવણી બાબતે યુવાન સામે ફરીયાદ નોંધાવી હતી. તે વાતનો રોષ રાખીને યુવતીને શેરીમાં ઉભા ઉભા ગાળો દેવામાં આવતા યુવતીએ તે યુવાન વિરૂધ્ધ પુન: ફરીયાદ નોંધાવેલી છે. સો ઓરડીની પાછળના ચામુંડાનગરમાં રહેતા પરીવારની પાયલબેન રાજેશભાઈ મકવાણા (20) નામની યુવતીએ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તે વિસ્તારમાં જ રહેતા ધવલ ગૌતમભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવેલ છે. અગાઉ કરેલી ફરીયાદનો રોષ રાખીને ધવલ શેરીમાં ગાળો આપતો હોય પાયલબેને પુન: તેની સામે ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના રાજપર ગામે રબારી કોલોનીમાં રહેતા અને મુળ હુડકો સોસાયટી વેરાવળને કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત પ્રકાશ ગોવિંદભાઈ કાનાણી (24)ને સારવારમાં ખસેડાયો હતો. જયારે લખધીરવાસ ચોકમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા કિશન ધનજી પનારા (20)ને માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયો હતો.

મારામારી
 ઉમીયા સર્કલ પાસે અજાણ્યા ઈસમે માર મારતા મુકેશ મુળજીભાઈ કુંઢીયા (23) રહે. ભીમસર વેજીટેબલ રોડને સારવાર માટે ખસેડાયો હતો. તેમજ વાવડી રોડ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વિશાલ રમેશભાઈ બારોટને ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. દલવાડી સર્કલ પાસે રહેતા નાજુબેન ભાવેશભાઈ ઉપસરીયા (21) ઘરે અકળ કારણોસર ફીનાઈલ પી ગયેલ હોય સારવારમાં ખસેડાયા હતા. તેણીનો લગ્નગાળો છ માસનો હોય પોલીસે તપાસ કરી હતી.

દવા પીધી
 સામાકાંઠે રહેતા પરબત રામજીભાઈ બારોટ (37) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જયારે રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરામાં રહેતા કાસમ સીદીકભાઈ સુમરા (48)ને ઘરે પુત્ર સાથે ઝઘડામાં મારામારી બાદ ઈજા થયેલ હોય સિવિલે સારવારમાં ખસેડાયો હતો. મહેન્દ્રનગર ચોકડી પાસેથી રમઝાન બાલા (40) નામના યુવાનને બીમારી સબબ અત્રેની સીવીલે લવાયો હતો. અને બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

અકસ્માત
 માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામ પાસેના સૂર્યા ચેમ્બર ઉમીયા પરોઠા હાઉસ ખાતે રહેતા સુખીરામ ઘોઘારામ ભેરવા (22)ને ત્યાં વાહન અકસ્માતમાં ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો. બરવાળા ગામે સંતો ફેકટરીમાં કામ દરમ્યાન સાપ કરડી જતા ત્યાં રહેતી ભગવતી સુરેશભાઈ ભાંભોર (14)ને સીવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. લાલપર ભગવતી પાર્કમાં રહેતા કિશોરસિંહ રઘુભા રાઠોડ (45)ને ત્યાં અજાણ્યા લોકોએ માર મારતા 108 વડે સારવારમાં સિવિલે ખસેડાયા હતા

 




Latest News