મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત
Breaking news
Morbi Today

મોરબીમાં મમુદાઢીના હત્યારાને ઝડપી લેવા ઠેરઠેર તપાસ: સીસીટીવી ફૂટેજ કબજે કર્યા


SHARE















મોરબીમાં મમુદાઢીના હત્યારાને ઝડપી લેવા ઠેરઠેર તપાસ: સીસીટીવી ફૂટેજ કબજે કર્યા

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કારમાં બેઠેલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીને મોઢાના ભાગે ગોળીઓ વાગી હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું  અને આ બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મમુદાઢીના દીકરા મકબૂલે રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને જે સ્થળ ઉપર ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે અને તેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે જો કે, મંગળવારે રાતે નવેક વાગ્યાના અરસામાં બનેલા બનવામાં આજે ગુરુવારે સવારના દસ વાગ્યા સુધી પોલિસેને આરોપીના કોઈ સગડ મળ્યા નથી અને હાલમાં આરોપીઓને પકડવા માટે ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે

એક જ કારમાં ૧૩ આરોપી ભાગ્યા કેવી રીતે ?

ગઇકાલે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં મૃતકના દીકરાએ કારમાં સાથે બેઠેલા વ્યક્તિએ તેને જે માહિતી આપી હતી તેના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે કે અને હત્યા કરવા માટે આરોપીઓ બોલેરો અને સ્વિફ્ટ કારમાં આવ્યા હોવાનું લખવ્યું છે અને ઘટનાને અંજામ આપીને આરોપીઓ સ્વિફ્ટ કારમાં નાશી ગયા હોવાનું ફરિયાદમાં લાખાવવામાં આવ્યું છે જો કે, ઘટના પછી બોલેરો કાર જે તે સમયે ત્યાં જ પડી હતી એક સ્વિફ્ટ કારમાં આરોપીઓ ભાગી ગયા હતા જો કે, અકે કારમાં એકી સાથે આટલા બધા આરોપીઓ કેવી રીતે ભાગી શકે તે સૌથી મોટો પ્રશ્ન છે






Latest News