​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર


SHARE









NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર

‘સહકારથી સમૃદ્ધિ’ ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે ભારત સરકારના સહકાર મંત્રાલય, NABARD અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ (PACS) ના કમ્પ્યુટરાઇઝેશનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જિલ્લામાં કામગીરી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે, જે ગ્રામીણ સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બની રહી છે.

ડિજિટલ ભારત સાથે કદમ થી કદમ મિલાવતી મોરબીની સહકારી મંડળીઓ

મોરબી જિલ્લામાં કમ્પ્યુટરાઇઝેશન માટે પ્રથમ તબક્કામાં કુલ ૧૫૯ પેક્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં સરકારશ્રી દ્વારા તમામ પેક્સને આવશ્યક કોમ્પ્યુટર ઉપકરણો અને સક્ષમ સોફ્ટવેર પૂરા પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના ૧૫૭ પેક્સને સફળતાપૂર્વક ‘ઈ-પેક્સ જાહેર કરી દેવામાં આવ્યા છે તેમજ સોફ્ટવેર લાઈવ કરી દેવામાં આવ્યું છે. મોરબી જિલ્લાની આ પેક્સ મંડળીઓ દ્વારા સોફ્ટવેરમાં ડિજિટલ માધ્યમથી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪,૯૫૦ થી વધુ વાઉચર એન્ટ્રીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નું ૧૫૦ પેક્સનું અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ નું ૧૪૬ પેક્સનું સિસ્ટમ ઓડિટ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે મોરબી જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ડો. બિમલકુમાર પટેલે જણાવ્યું છે કે, "પેક્સ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટથી મોરબી જિલ્લાના ખેડૂતોને પારદર્શક સેવાઓ મળી રહી છે, જેનાથી સહકારી ક્ષેત્ર પર ખેડૂતોનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે અને ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે." NABARD અને સરકારના સહયોગથી મોરબીની PACS આજરોજ સાચા અર્થમાં ‘ડિજિટલ ભારત’ ના સ્વપ્નને સાકાર કરી રહી છે.

બહુહેતુક સંસ્થાઓ તરીકે વિકસતી પેક્સ મંડળીઓ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેક્સના સુદ્રઢીકરણ માટે અનેકવિધ પહેલો શરૂ કરવામાં આવી છે. હવે પેક્સ મંડળીઓને માત્ર ધિરાણ પૂરતી મર્યાદિત ન રાખતાં, તેમને આર્થિક રીતે આત્મનિર્ભર અને બહુહેતુક સંસ્થાઓ બનાવવામાં આવી રહી છે. કમ્પ્યુટરાઇઝેશન અને મોડેલ બાય-લોઝના સ્વીકારથી હવે આ મંડળીઓ કોમન સર્વિસ સેન્ટર તરીકે સરકારી સેવાઓ, જન ઔષધિ કેન્દ્ર, ખાતર-બિયારણ વિતરણ અને કસ્ટમ હાયરિંગ સેન્ટર જેવી આધુનિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકશે.

દૈનિક ડે-એન્ડ, ઓન-સિસ્ટમ ઓડિટ અને વાઉચર રીકન્સિલિએશન જેવી આધુનિક પદ્ધતિઓથી મંડળીના હિસાબોમાં સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ આવી છે. સ્થાનિક સ્તરે હાર્ડવેરની સ્થાપના, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને તાલીમબદ્ધ કર્મચારીઓના માધ્યમથી મોરબી જિલ્લાના ખેડૂતોને અત્યંત ઝડપી, વિશ્વસનીય અને કાગળરહિત સેવાઓ મળી રહી છે.




Latest News