​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર

મોરબી શહેરના વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવી મહેન્દ્રનગર ચોકડી ખાતે ભારે વાહનોની અવરજવરના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણાર્થે અંદાજિત ૫૬ કરોડના માતબર ખર્ચે ૭૫૦ મીટર લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કામ પ્રગતિના પંથે છે અને તેની કામગીરી માર્ચ-૨૦૨૭ માં સંભવિત પૂર્ણ થશે.

મોરબી ઉદ્યોગ અને વેપારનું મોટું કેન્દ્ર હોવાથી અહીં ભારે લોડિંગ વાહનોની સતત અવરજવર રહે છે, જેના કારણે મહેન્દ્રનગર ચોકડી પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ નવો ફ્લાયઓવર હળવદ તરફથી નેશનલ હાઈવે તરફના માર્ગને સીધો વાંકાનેર-માળિયા નેશનલ હાઈવે સાથે જોડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મોરબી-હળવદ રોડ અને મોરબી-જેતપર રોડના મહત્વપૂર્ણ ચાર રસ્તા પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે સુગમ અને અવરોધમુક્ત બનશે. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પર ૭૫૦ મીટર લંબાઈના આ ફ્લાયઓવરના નિર્માણથી ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ અકસ્માતોની સંભાવના નહિવત થઈ જશે. નાગરિકોનો કિંમતી સમય બચશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી વિકાસના આ નવા પથ પર અગ્રેસર મોરબી શહેર હવે ટ્રાફિક મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે.




Latest News