મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું સુરત ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ લઈ શકાશે મોરબીનું ગૌરવ: અર્જુન સરાસવાડિયા સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ- દેશમાં 21 માં ક્રમે મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું


SHARE









મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું

દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણીમાં એકતા પરેડ દરમિયાન મોરબીની વિદ્યાર્થીનીઓ દ્વારા ભરતનાટ્યમ અને કથક નૃત્યની અદભૂત અને અતિ સુંદર પ્રસ્તુતિ કરી હતી જે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ ટીમમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની ૧૨ વિદ્યાર્થીનીઓ અને ૧ શિક્ષક તથા કથક ટીમમાં ૯ વિદ્યાર્થીનીઓ અને ૧ શિક્ષક એમ કુલ મળીને ૨૧ વિદ્યાર્થીનીઓ અને ૨ શિક્ષકોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યની સુંદર રજૂઆત દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે ત્યાં અમારા દરેક માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા કલાકારો સાથે આ ભવ્ય રાષ્ટ્રીય મંચ પર પોતાની કલાનું પ્રદર્શન કરવું એ અમારા માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ અનુભવ રહ્યો હતો. શિક્ષણ સાથે સંસ્કૃતિ અને કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકઓ તથા તમામ કોઓર્ડિનેટરઓએ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.




Latest News