ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું
Breaking news
Morbi Today

મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત


SHARE









મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત

બાળકોમાં કાયદાકીય જાગૃતિ કેળવાય, પોલીસ વિભાગની કામગીરીથી તેઓ માહિતગાર થાય અને તેમનામાં અનુસાસન તથા સાહસની ભાવના વિકસે તેવા ઉમદા આશયથી મોરબી સ્થિત ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય’ અને ‘શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ના કુલ ૧૧૮ બાળકો દ્વારા મોરબી પોલીસ હેડક્વાર્ટર તથા પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી.

આ વિશેષ મુલાકાત વખતે મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલે બાળકો સાથે હૂંફભર્યો સંવાદ કરી તેમને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી. સાથે જ બાળકોને અભ્યાસમાં પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા અને વ્યસનોથી હંમેશા દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન બાળકોને પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ, ગુનાખોરી અટકાવવા લેવાતા પગલાં તેમજ નાગરિકોની સુરક્ષામાં પોલીસની ભૂમિકા અંગે સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે બાળકોને આર્મ્સ એમ્યુનિશન વિભાગમાં વિવિધ આધુનિક હથિયારો બતાવી તેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે રોમાંચક એવા હોર્સ રાઈડીંગ અને ડોગ શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ રમતો રમાડી આનંદ-પ્રમોદનું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું.




Latest News