ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
SHARE
ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ ખેતરના કુવામાં તરુણ પડી ગયો હતો જેથી કરીને તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટિમ ત્યાં પહોચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન કરીને તરુણને બહાર કાઢવામાં આવેલ હતો.
મળતી માહિતી મુજબ ટંકારા લતીપર રોડ પર આવેલ હીરાપર ગામની સીમમાં આવેલ ખેતરના કુવામાં દિવાળીની રાતે 8:30 કલાકે નિલેષ નામનો એક તરુણ પડી ગયો હતો જેથી મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને તે બનાવની જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને રેસ્ક્યુ ઓપરેશન કરીને કૂવામાંથી તરુણને બહાર કાઢવામાં આવેલ હતો. અને હોસ્પિટલે કઈ ગયા હતા.