મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
SHARE
મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે બે યુવાનો વચ્ચે રકઝક અને જપાજપીમાં ધક્કો લાગવાથી એક યુવાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાથવાથી યુવાનનું મોત નીપજ્યું હતુ આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વેલંજા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા વિશ્વજીત હરિહરપ્રસાદ કુમાર (26) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ સત્યનારાયણ મસા રહે. મૂળ મધ્યપ્રદેશ હાલ રહે. ટીંબડી ગામના પાટીયા પાસે સનલેક્સ ફેબ્રિકેશન કારખાનાની લેબર કોલોનીમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ સનલેક્સ ફેબ્રિકેશન કારખાનાની લેબર કોલોનીમાં આરોપી અને ફરિયાદીના સાળા રવીન્દ્રકુમાર સાથે માચીસ બાબતે બોલાચાલી, રકજક અને જપાજપી થઈ હતી ત્યારે અરવિંદનો ધક્કો લાગી જવાથી ફરિયાદીના સાળા રવીન્દ્રકુમાર ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે