મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત
મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામના પાટીયા નજીક યુવાનનું બાઈક ખૂટીયા સાથે અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ હરિ ઓમ પાર્ક સોસાયટી બ્લોક નંબર ડી 20 ખાતે રહેતા હિતેશકુમાર મનહરલાલ નિમાવત (38)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના ભાઈ મૃતક રાકેશભાઈ મનહરલાલ નિમાવત રહે.રામકૃષ્ણનગર મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીક રામદેવ હોટલ સામે રસ્તા ઉપર થી તેઓના ભાઈ બાઈક નંબર જીજે 36 એએચ 3609 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક ખૂટીયા સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો આ બનાવમાં રાકેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે