મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન
મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો
SHARE
મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો
આજે લાભ પાંચમના દિવસથી બજારો ધમધમતી થતી હોય છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પણ આજથી શરૂ થયું છે અને યાર્ડમાં કપાસ, મગફળી, જીરૂ સહિતની જણસની વિપુલ પ્રમાણમાં આવક થયેલ છે અને પહેલા જ દિવસે હરાજીમાં ખેડૂતોને કપાસ, મગફળી, જીરૂ સહિતની જણસના ખૂબ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડને દિવાળીના તહેવારથી હરાજી સહિતના કામકાજ માટે બંધ કરવામાં આવ્યું હતું દરમિયાન આજે લાભ પાંચમના દિવસથી યાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી શરૂ કરવામાં આવેલ છે આજે પ્રથમ દિવસે યાર્ડમાં લગભગ 25 ગાડી જેટલો કપાસ, મોટા પ્રમાણમાં મગફળી અને જીરુંની જણસ લઈને ખેડૂતો વેચવા માટે થઈને આવ્યા છે આ ઉપરાંત કઠોળ સહિતના અન્ય પાકની પણ હરાજી કરવામાં આવી રહી છે
મોરબી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ પટેલ જણાવ્યુ હતું કે, આજે હરાજી સવારે 9 વાગ્યે શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવી હતી ત્યારે કપાસના વધુમાં વધુ 1900 રૂપિયા, જીરૂના 5400 રૂપિયા અને મગફળીના 1600 રૂપિયા જેવો ભાવ આવ્યો હોવાથી ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો
મોરબી યાર્ડના વેપારી બેચારભાઈ પટેલે કહ્યું હતું કે, લાભ પાંચમથી શરૂ કરવામાં આવેલ યાર્ડમાં પહેલા જ દિવસે મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાની કપાસ, મગફળી સહિતની જણસ લઈને હરાજી માટે આવ્યા છે અને જુદીજુદી જણસના સારા ભાવમાં સાથેના સારા સોદા થયેલ હોવાથી યાર્ડના વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે તો મોરબીના વનલિયા ગામેથી કિશોરભાઇ ગામી નામના ખેડૂત જીરું લઈને યાર્ડમાં હરાજીમાં આવ્યા હતા અને તેઓના જીરુનો 5400 રૂપિયા જેટલો ભાવ આવ્યો છે જેથી તેઓને સારો ભાવ મળતા ખેડૂતે રાજીપો વ્યક્ત કર્યો હતો.