મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ


SHARE































મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ઘરવિહોણા કે કાચા મકાનોમાં રહેતા શ્રમિક પરિવારોને પોતાના આવાસનું સ્વપ્ન સાકાર કરવા માટે ‘ડો. આંબેડકર આવાસ યોજના’ અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના ટીંબડી ગામના રહેવાસી એવા અરજદાર શ્રીમતી સોલંકી અરુણાબેન રાજેશભાઈ અને સોલંકી નયનાબેન નરેશભાઈને સરકાર દ્વારા પ્રતિ લાભાર્થી રૂ. ૧,૭૦,૦૦૦/- ની ઉદાર આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે.


આ યોજનાનો લાભ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા લાભાર્થી અરૂણાબેન અને નયનાબેન જણાવે છે કે, અમે અગાઉ કાચા મકાનમાં મુશ્કેલભર્યું જીવન વિતાવતા હતા. ચોમાસામાં પાણી ટપકવાની અને ઉનાળા-શિયાળામાં પડતી  મુશ્કેલીઓ વચ્ચે પાકું મકાન બનાવવું અમારા માટે મુશ્કેલ હતું. પરંતુ સરકારની ડો. આંબેડકર આવાસ યોજના અને ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અમને પારદર્શક રીતે રૂ. ૧,૭૦,૦૦૦ ની સહાય મળી ગઈ છે. આજે અમારું પોતાનું પાકું અને સુરક્ષિત ઘર બની જતાં અમારા પરિવારને મોટી રાહત મળી છે અને અમારું જીવન સુધરી ગયું છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય કે કાચું, માટીનું મકાન ધરાવતા હોય અને જેઓ રહેઠાણ વિહોણા હોય તેવા મકાન ધારકોને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ e-samajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા જરૂરી ચકાસણી અંતર્ગત આ સહાય ચાર હપ્તામાં કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.












Latest News