મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત
ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
રાજકોટથી ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા ત્રણ યુવાનો મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન શનિવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે તેઓની સ્વિફ્ટ ગાડી પલટી મારી ગઈ હતી અને રોડ સાઈડમાં આવેલા ટીસી સાથે અથડાઇ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારના ચાલક અને આગળની સીટમાં બેઠેલ એક યુવાન આમ પણ મળીને બે યુવાનોને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજ્યા હતા અને એક યુવાનને ઇજા થઈ હોય તે સારવારમાં હતો દરમિયાન ટંકારા પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને મૃતક કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે.
રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ માધાપર ગામ નવરંગપરા ક્રાઈસ્ટ હોસ્પિટલની સામેના ભાગમાં રહેતા જીવણભાઈ સવજીભાઈ ડાભી (39)ની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીઆર 5938 ના ચાલક મૃતક અનલભાઈ ગણેશભાઈ બાબરીયા (27) રહે. માધાપર ચોકડી બાબરીયાની વાડી રાજકોટ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે ફરિયાદી, આરોપી તથા પ્રભાતભાઇ લામકા ત્રણેય ફ્લાવર ડેકોરેશનનું કામકાજ કરતા હોય તેવો શનિવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા નજીક ખજૂરા હોટલ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે આરોપી અનલભાઈ બાબરીયા ગાડી ચલાવી રહ્યા હતા અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હોય ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને ગાડી રોડ ઉપર પલટી મારી ગઈ હતી ત્યાર બાદ રોડ સાઈડમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીને હોઠમાં તથા વાસના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે ગાડીમાં આગળની સાઈડમાં બેઠેલા પ્રભાતભાઇ લામકા તથા ડ્રાઇવર અમનભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે બંનેનું મોત નીપજ્યું છે હાલમાં ટંકારા પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે