રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ
SHARE
મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ
મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્ય તથા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાને રૂબરૂ મળીને ગ્રાહકોના હિતમાં ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
વધુમાં તેઓએ જણાવેલ છે કે મોરબીમાં જીલ્લા ગ્રાહક તકરાર આયોગ-૨૦૨૨ માં બંધ કરીને તે તમામ કેઇસ રાજકોટ આયોગના ન્યાયમુર્તિ શ્રી પી.સી.રાવલ પાસે છે.હાલના ન્યાયમુર્તિ પી. સી.રાવલએ ૨૦રર થી ૨૦૨૬ જુદા જુદા ૪૨૦૦ કેઈસનો નિકાલ કરેલ છે.તેમજ જામનગર અને દ્વારકાના કેઇસો તો અલગ.સમગ્ર ગુજરાતમાં સારી કામગીરી ચાલે છે.ન્યાયાધીશ રાવલના પત્નીનું બીમારી સબબ મોત થયેલ ત્યારે પણ તેઓએ રજા લીધી નથી.નવી ભરતી માટેનો કેઈસ સુપ્રિમ કોર્ટમાં ચાલુ છે.હાલ કોઈ પરિણામ આવે તેમ નથી.હાલમાં સરકારે ૬ ન્યાયમુર્તિઓ કે જેઓ જાન્યુઆરી-૨૦૨૭ માં નિવૃત થવાના છે તેઓને એક્ષટેન્શન આપેલ છે.પરંતુ ન્યાયમુર્તિ પી.સી.રાવલ તા.૧૫-૧૧-૨૬ માં નિવૃત થાય છે.તેમને એક્ષટેન્શન આપેલ નથી.
આ બાબતે સ્ટેટ કમીશનમાં રજીસ્ટ્રાર પટેલ સાહેબની મુલાકાત લેતા તેમણે કહ્યુ કે અમોએ ઓગસ્ટ-૨૦૨૬ માં તમામ ન્યાયમુર્તિને એક્ષટેન્શન માટેની ભલામણ કરેલ છે.રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગના ન્યાયમૂર્તિ પી.સી.રાવલનું નામ છે.અમે તેની દરખાસ્ત કરેલ છે.હવે ન્યાયમુર્તિ પી.સી.રાવલની કોઈ ફરીયાદ નથી.તેમ છતાં તેમને શા માટે એક્ષર્સ્ટશન આપેલ નથી.તે પણ એક પ્રશ્ન છે.હવે જો ન્યાયાધીશ પી.સી.રાવલને ૧૫-૧૧-૨૬ પહેલાં એકસ્ટેશન આપવામાં આવે છે તો રાજકોટ, મોરબી, દ્રારકાની સેવા બંધ અવસ્થામાં જાય તેમ છે.કારણ કે સરકાર પાસે ન્યાયમૂર્તિ નથી..! હાલ બે વર્ષથી રાજકોટ ન્યાયમુર્તિ દવે સાહેબને મુકવામાં આવેલ છે.તેઓ અમદાવાદ બેસે છે.જેથી કેસ ચાલતા નથી.મોરબી ઔદ્યોગિક નગરી હોય ખૂબ જ કેઈસ મોરબી જીલ્લાના છે.તેથી સરકારની યોજના “જાગો ગ્રાહક જાગો” નિષ્ફળ ન જવા દેવી હોય તો તાત્કાલીક તા.૧૫-૧૧-૨૬ પહેલા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એકસ્ટેનશન આપવું જરૂરી છે.તેવી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમાં રજૂઆત કરેલ છે.