ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા
SHARE
વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા
વાંકાનેરના લાલપર નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી સ્કૂટી લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી કાર ચાલકે સ્કૂટીને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં સ્કુટી ઉપર જઈ રહેલા યુવાને માથામાં હેમરેજ અને ફેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ત્રિલોક ધામ શેરી નં.2 ખાતે રહેતા પરીક્ષિતભાઈ દોલતરાઈ શુકલ (44)એ કાર નંબર જીજે 36 એએલ 6268 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામેથી તેમનો દીકરો સ્કુટી નંબર જીજે 3 ડી ઇ 9664 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં સ્કુટી ઉપર જઈ રહેલ ફરિયાદીના દીકરાને માથાના ભાગે હેમરેજ તથા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.