વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી
મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
SHARE
મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ભભોડીની વાડીમાં રહેતા યુવાનને ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ મેસેજ મોકલ્યો હતો અને ત્યારબાદ વાતચીત કરી હતી તે બાબતને લઈને ચાર શબ્દો દ્વારા તું મારી બેન સાથે કેમ વાતચીત કરસ તેવું કહીને ધમકી આપવામાં આવી હતી અને બાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને રૂપિયા પડાવવા માટે થઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો આટલું જ નહીં પરંતુ ભય બતાવીને તારા ઘરે અમારા બહેનને મૂકી જશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભભોડી ની વાડી આલાપ રોડ ખોડીયાર પાર્ક સામેના ભાગમાં રહેતા નરેશભાઈ ચુનીલાલ નકુમ (22) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશનભાઇ ઉર્ફે રાજુ મુછડીયા રહે. જાંબુડીયા, તેજસભાઈ પઢારિયાં રહે. રવાપર, ભાવેશભાઈ મનસુખભાઈ કનજારિયા રહે. મોરબી, ભીમજીભાઇ મહાદેવભાઇ પરમાર રહે. રવાપર અને કાજલબેન ભરતભાઈ પરમાર રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીને ઇન્સ્ટગ્રામમાં આરોપી કાજલબેનને રીક્વેસ્ટ મોકલીને ફરિયાદી સાથે મેસેજમાં વાતચીત કરી હતી ત્યાર બાદમાં આરોપીએ ફરિયાદીને તું મારી બહેન સાથે કેમ વાતચીત કરસ તેમ કહીને ફરિયાદી પાસેથી રૂપિયા 12 લાખ રૂપિયા આપવા પડશે તેવી વાતચીત કરી હતી અને તેની પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરવા માટે ફરિયાદીને તેના ઘર નજીક માર મારીને ઈજા કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ તારા ઘરે અમારા બહેનને મૂકી જઈશું તેવી આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે