મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું


SHARE







વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું

વાંકાનેરના જીનપરા સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે યુવા સારથી સંગઠન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વાંકાનેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને કુલ 334 બોટલ રક્ત એકત્રિત થયું હતું.

આ કેમ્પનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતામાં યોગદાન આપવા સાથે સમાજમાં નિયમિત રક્તદાન અંગે જાગૃતિ વધારવાનો હતો. થેલેસેમિયા સહિત વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં દર્દીઓને રક્તની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન સાથે જોડાય તે દિશામાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના આયોજનમાં બોલબાલા ટ્રસ્ટ તથા શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ સહિત વાંકાનેરની અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ તથા સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. અને વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ કેમ્પ દરમિયાન વ્યવસ્થા તથા સંચાલનની જવાબદારીઓમાં સહભાગી બની કાર્યક્રમને સુચારુ રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો હતો.

યુવા સારથી સંગઠન દ્વારા તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ, સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો તથા વાંકાનેરની જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને સંગઠનના જણાવ્યા મુજબ 334 બોટલ રક્તનું એકત્રિકરણ માત્ર એક આંકડો નથી, પરંતુ રક્તદાન પ્રત્યેની જાગૃતિ અને સામૂહિક સહકારનું પ્રતિબિંબ છે. આ મહારક્તદાન કેમ્પ જયેન્દ્રસિંહ મઘુભા ઝાલાના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો. અને યુવા સારથી સંગઠન દ્વારા ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી સેવાકાર્યોમાં લોકોની સહભાગિતા સાથે આગળ વધવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.




Latest News