મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ જુદા જુદા બે કારખાનાની અંદર કામ કરતા મજૂરોને ત્રણ શખ્સો દ્વારા ઝાપટો મારીને ગાળ આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે કોઠારીયા કોલોની મકાન નંબર 563 ખાતે રહેતા નિલેશભાઈ બાબુભાઈ જલુ (53)વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ભરતસિંહ, ભૂપતસિંહ અને અલી નામના ત્રણ શરતોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર નજીક આવેલ સિબેલ કારખાનામાં તથા વઘાસીયા ટોલનાકા પાસે આવેલ વ્હાઇટ હાઉસ કારખાનામાં ફરિયાદીના મજૂરો કામ કરી રહ્યા હતા જેને આ કામના આરોપી ભરતસિંહ, ભૂપતસિંહ અને અલી એ ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેમહેશભાઈ રહે. વીંછીયા વાળાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા  નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સ્પાના મેનેજર સામે કાર્યવાહી

મોરબી નજીકના ટીંબડી ગામ પાસે આવેલ હોટલ સામે ઓરબીટ-2 કોમ્પલેક્ષમાં ત્રીજા મળે સીસો સ્પા આવેલું છે અને ત્યાં એસોજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્પામાં કામ કરતા 6  વર્કરના બાયોડેટા ભરીને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા ન હતા તેમજ સીસીટીવી કેમેરામાં જાહેરનામા મુજબનું રેકોર્ડિંગ રાખવામાં આવતું ન હતું જેથી સ્પાના મેનેજર ગોયારામ ડેસોકુમાર રિયાંગ (20) રહે. ટિંબડી ગામના પાટીયા પાસે ઓરબીટ કોમ્પ્લેક્સ મોરબી મૂળ રહે. મિઝોરમ વાળાને પકડીને તેની સામે જાહેરનામા ભંગનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News