મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી


SHARE









માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી

માળિયા (મી)ના બગસરા ગામ નજીક આવેલ પવનચક્કીને અજાણ્યા શખ્સે નિશાન બનાવી હતી અને ત્યાંથી તાળું તોડીને કોપરના કેબલ વાયરની ચોરી કરી છે જેથી 78 હજારના વાયરની ચોરી થઇ હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળિયા (મી)ના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ મેઘુભા પરમાર (45)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23 ના રોજ રાતના સમયે અજાણ્યા તસ્કરે બગસરા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર વીએમ 36 ને નિશાન બનાવી હતી અને ત્યાં તાળું તોડીને પવનચક્કીમાંથી કોપરના 240  સ્ક્વેર એમ.એમ.ના કેબલ વાયરમાંથી 260 મીટર વાયરની ચોરી કરી હતી જેથી 78 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News