માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ
માળિયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં વોંકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલું હોવાની હકીકત મળી હતી તેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 430 લીટર તૈયાર દેશી દારૂ તથા 1400 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 1.21 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા મીયાણા તાલુકાના નવાગામ વાંઢ વિસ્તારમાં વોંકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લિટર આથો તથા 430 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં સમીર જાકમ જેડા રહે. નવાગામ તાલુકો માળીયા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે