મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત


SHARE









મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં ઘણા કેસ ચાલી રહ્યા છે જો કે, તેમાં વિલંબ થાય છે જેથી મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતાં વિલંબ માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ગ્રાહકને ઝડપી ન્યાય મળે તે જરૂરી છે જો કે, મોરબી ગ્રાહક અદાલતમાં પાંચથી છ વર્ષ સુધી કેસ ચાલતા હોય છે અને ગ્રાહક અદાલતમાં કેસ જીતી ગયા બાદ સામેની પાર્ટી સ્ટેટ કમીશનમાં જાય અને રાજ્ય તકરાર નિવારણ આયોગમાં જાય તો ગ્રાહકની ઉમર થઇ જાય એટલે કે મૃત્ય પામે ત્યાં સુધી કેસ ચાલતા નથી અને કેસનો કોઈ નિવેડો આવતો નથી જેથી ગ્રાહકોનો અદાલત ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યમાં 36 ગ્રાહક અદાલત છે તેની સામે માત્ર 9 જ ન્યાયમૂર્તિ છે જેથી એક એક ન્યાયમૂર્તિ પાસે પાંચ-પાંચ જીલ્લાની જવાબદારી છે મોરબી જીલ્લામાં ગ્રાહક અદાલત બંધ થતા ઘણા કેસો જામનગર ગ્રાહક અદાલતમાં ચાલે છે ત્યાંથી રાજકોટ આવેલ નથી અને સ્ટેટ કમીશનમાં અવારનવાર રજૂઆત છતાં કોઈ જવાબ આપવામાં આવતો નથી. મોરબી જીલ્લા તકરાર નિવારણ આયોગ હાલ રાજકોટ ચાલે છે અને વ્યવસ્થિત ચાલે છે ત્યાં ગ્રાહકના હિતમાં જે વોરંટ નીકળે છે તે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી સમય મર્યાદામાં વોરંટ બજતું નથી જેથી ગ્રાહકે જીતેલા કેસ નીકળી જાય છે જો ગૃહ વિભાગને સુચના આપવામાં આવે કે પોલીસ ખાતા તરફથી વોરંટ સમય મર્યાદામાં બજાવવામાં આવે તો ગ્રાહકને ફાયદો થાય તેમ છે. કેમ કે, બે વર્ષ સુધી ગ્રાહકોના કેસ ચાલે અને ન્યાયમૂર્તિ ગ્રાહકના હિતમાં વોરંટ કાઢે પરંતુ વોરંટની બજવણી સમયસર ન કરવામાં આવે તો કેસ લંબાય છે જેથી ગ્રાહકના હિતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.




Latest News