મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ


SHARE









મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ

મોરબીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી-કચ્છ દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી દ્વારા પ્રેરિત બે દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’નો જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે આયોજિત આ પુસ્તક મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપતા જીવનમાં પુસ્તકો અને વાંચન સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી યુવા પેઢીને પુસ્તકપ્રેમી બનવા પ્રેરિત કર્યા હતા. તા. ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી યોજાનાર આ મેળામાં શૈક્ષણિક, નવલકથા, કાવ્યો, આરોગ્ય, પ્રેરણાદાયી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિવિધ પુસ્તકો ૪૦ ટકા સુધીના વળતર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેનો મહત્તમ લાભ લેવા પુસ્તકપ્રેમીઓ તથા સંસ્થાઓને અનુરોધ કરાયો છે.




Latest News