મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ


SHARE









માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તથા હળવદ તાલુકામા ખાનગી વીજ કંપનીની વીજ લાઈન પસાર થાય છે તેના વીજપોલ અને વીજ વાયરના અસરગ્રસ્ત ખેડૂતોને એમઆરસી કમિટી માટે આજે બોલાવવામાં આવ્યા હતા જોકે ખેડૂતોને સરકારે નવી વળતર નીતિ માટે જાહેર કરલો પરિપત્ર જ મંજૂર નથી તો પછી એમઆરસી કમિટીમાં બેસવાનો પ્રશ્ન જ ક્યાં છે તેવા સવાલ સાથે હળવદ મામલતદાર કચેરી અને માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતોએ નારેબાજી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થવાની છે અને તેના માટે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરવામાં આવનાર છે જેથી વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું વળતર અને પહેલા વળતરની માંગણી સાથે લગભગ છેલ્લા ચારેક મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે દરમિયાન સરકાર દ્વારા ગત તા. 4/7/2025 ના રોજ નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે તે નવી વળતર નીતિનો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી તેવું ખેડૂતોએ અગાઉ મોરબી જિલ્લામાં 300 કરતાં વધુ ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપીને કહી દીધું છે. તેમ છતાં પણ મોરબી જિલ્લામાં નવી વળતર નીતિમાં જે એમઆરસી કમિટી બનાવવાની વાત કરવામાં આવી છે તે એમઆરસી કમિટી બનાવવા માટે તંત્ર દ્વારા ખેડૂતો ઉપર દબાણ લાવવા માટે નોટિસો આપવામાં આવી રહી છે

ગત શુક્રવારે મોરબી અને ટંકારા તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતોને કલેકટર કચેરી ખાતે એમઆરસી માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવ્યા હતા અને સરકારની નવી વળતર નીતિનો પરિપત્ર જ મંજૂર નથી તો એમઆરસી કમિટીમાં બેસવાનો પ્રશ્ન જ ક્યાં છે તેવા સવાલ સાથે પોતાના લેખિત વાંધા આપી દીધા હતા અને એક પણ ગામની એમઆરસી કમિટી ત્યારે બની ન હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા હળવદ તાલુકામાંથી પસાર થતી જુદી જુદી છ ખાનગી કંપનીની વીજ લાઈનોના અસરગ્રસ્ત 13 ગામના ખેડૂતોને હળવદ મામલતદાર કચેરી ખાતે એમઆરસી કમિટી માટે તેને બોલાવવામાં આવ્યા હતા. આવી જ રીતે માળીયા મીયાણા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે નોટિસ આપીને બોલાવવામાં આવ્યા હતા અને તેમાં પણ અગાઉની નોટિસની જેમ ખેડૂત કે તેના પ્રતિનિધિ એમઆરસી કમિટીમાં હાજર ન રહે તો તેઓ એમઆરસી કમિટીમાં બેસવા માંગતા નથી અને ભાગ લેવા માંગતા નથી તેવું માનીને ખેડૂતની જમીનના વેલ્યુઅર નક્કી કરવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેથી આ નોટિસનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાનના નારા લગાવવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા દાદાગીરી અને દબાણ કરીને જે રીતે ખેડૂતોને ધરાર એમઆરસીમાં જોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેનો ખેડૂતોએ ખુલ્લો વિરોધ કર્યો હતો




Latest News