મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ
સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા
SHARE
સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સંકલ્પ અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય તથા પ્રેરણાદાયી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ભાગ લેવામાં આવ્યો હતો.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી બાઈક યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સિલવાની વિધાનસભા વિસ્તાર તથા સાગર જિલ્લાના દેવરી વિધાનસભાના ગોપાલપુરા વિસ્તારમાં જનસંપર્ક અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત માતાની પૂજા-અર્ચના કરી આરતીનો લ્હાવો લઈ રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સિયારમઉ ખાતે આવેલી બિરસા મુંડા સ્કૂલની મુલાકાત દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષણ તેમજ વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અંગે જાણકારી મેળવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓની પ્રતિભા અને સિદ્ધિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોમાં સ્થાનિક કાર્યકરો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા અને સમર્પણની ભાવના સાથે સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને સાકાર કરવોએ સૌની સામૂહિક જવાબદારી છે. યુવાનો અને વિદ્યાર્થીઓ દેશની સૌથી મોટી શક્તિ છે અને તેમની પ્રતિભાને યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળે તે અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમો અંતર્ગત મધ્યપ્રદેશના દેવરી વિધાનસભાના ધારાસભ્ય પંડિત બ્રુજબિહારીજી તથા જિલ્લા મહામંત્રી રાની કુશવાહાજી તથા યુવા મોરચાના સહ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.