મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી


SHARE





હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામ પાસે બંધ પડેલ ભવાની ઓઇલ મીલના ગોડાઉનની અંદર ખેડૂતે પોતાના જીરાના જથ્થાને રાખ્યો હતો અને તેમાંથી જીરાના 102 બાચકા જેમાં 280 મણ જીરૂ ભરેલું હતું તે 10.64 લાખ રૂપિયાની કિંમતના જીરાના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના ચરડવા ગામે દેવળીયા રોડ ઉપર આવેલ રાજપૂત શેરી ખાતે રહેતા ઘનશ્યામસિંહ દેવુભા પઢિયાર (57)એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ચરાડવા ગામની સીમમાં બીસેરો સીરામીક કારખાનાની બાજુમાં ફરિયાદીની ભવાની ઓઇલ મીલના ગોડાઉનની અંદર જીરાના બાચકા ભરીને રાખવામાં આવ્યા હતા તેમાંથી 102 બાચકા જીરૂ જેમાં કુલ મળીને 280 મણ જીરાનો જથ્થો ભરેલો હતો તે 10,64,000 ની કિંમતના જીરાના જથ્થાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શક્તિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News