મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત


SHARE





માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત

માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસેથી આધેડ તેના પત્નીને પોતાના બાઇક ઉપર સાથે બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઈકને નંબર પ્લેટ વગરના કોલસા ભરેલા ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લીધુ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં દંપતિને ગંભીર જા થઈ હોવાના કારણે તે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડમ્રના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરની પાછળના ભાગમાં રિદ્ધિ પાર્ક ખાતે રહેતા રહીમભાઈ ઈશાભાઈ ચિચોદરા (50) અને તેઓના પત્ની મેરુનબેન રહીમભાઈ (48) બંને બાઈક ઉપર મોરબીથી દરગાહે ગયા હતા અને ત્યાંથી તેઓ પોતાના બાઈક ઉપર પરત મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે પીપળીયા ચોકડીથી નાના દહીસરા ગામની વચ્ચે વાસુકી કોલ નજીક કોલસા ભરેલા ટ્રક ડમ્પરના ચાલકે રહીમભાઈના ડબલ સવારી બાઇકને હડફેટે લીધૂ હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં દંપતીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈ અબ્બાસભાઈ ચિચોદરાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડમ્પર નંબર જીજે 12 બીટી 9528 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવના કારણે બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News