મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત


SHARE









મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત

મોરબીના રાજપર ગામે રહી મજુરીકામ કરતા દાહોદના પરીવારના બાળકનું ઈલે.શોર્ટ લાગતા મોત નિપજયું હતું.  મળતી માહિતી પ્રમાણે મુળ દાહોદના ધાનપુર ખાતે આવેલ બામણીયા ફળીયુમાં રહેતા અને હાલ રાજપર ગામે પ્રભુભાઈ ચારોલાની વાડીએ રહી ખેતમજુરીનું કામ કરતા પરીવારના બે વર્ષના રાજવીર પ્રકાશભાઈ બામણીયા નામના બાળકનું વાડીએ ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોત નિપજયું હતું. તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના મહાવીરસિંહ ઝાલાએ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મારામારીમાં ઈજા
 સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ કડીયા બોર્ડીંગ નજીક થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા જીવણભાઈ ચનાભાઈ પરમાર (47) રહે. લીલાપર રોડ અને ભાવેશભાઈ સતીષભાઈ રાઠોડ રહે. શનાળા રોડને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયારે ટંકારાના વીરપર ગામે રહેતા પુરીબેન સામતભાઈ કેશુભાઈ જખાણીયા નામના 60 વર્ષના વૃધ્ધાએ દવા પી લેતા અહીંની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ ટંકારાના ગજડી ગામે ઘરે દવા પી ગયેલા પિનલબેન દિલીપભાઈ (17)ને પણ અત્રે સિવિલે લાવવામાં આવ્યા છે.

ગળેફાંસો ખાતા સારવારમાં
 વાંકાનેરના મકતાનપર ગામે રહેતા ધીરૂભાઈ નાનજીભાઈ (56) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા વધુ સારવાર અર્થે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે આણંદપર ગામે ઈલેકટ્રીક શોર્ટ લાગતા નિરવ રાજનભાઈ રાજપુત (36)ને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ માળીયા (મીં)ના કાજરડા ગામે રહેતા સમીર અબ્બાસભાઈ મોવર (30)ને માળીયાના પુલ પાસે આવેલ નાઝ ટ્રાન્સપોર્ટ પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય અહીંની સિવિલે લેવવામાં આવ્યો હતો.

મારામારી
 મોરબીના બેલા ગામે સિમ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા પ્રફુલભાઈ શંભુભાઈ સોલંકી (30)ને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે મોટી વાવડી ગામે વાડીએ રહી મજુરીકામ કરતા પરીવારના મનીષ ગુલસિંહ તોમર નામના 11 વર્ષના બાળકને સાપ કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
 સામાકાંઠે લાલબાગ સેવા સદન પાછળની શેરીમાં બે અજાણ્યા બાઈક સવાર ઈસમોએ મારામારી કરતા છાતીના ભાગે મુંઢ ઈજા પામેલા મહેશભાઈ શામજીભાઈ પરમાર (49) રહે.બૌધ્ધનગર નઝરબાગ રેલ્વે સ્ટેશન સામેને સારવારમાં લઈ જવાયા હતા. તેમજ નવલખી રોડ પરશુરામ ધામ નજીક એમ્બ્યુલન્સના ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા ચંદુભાઈ વાઘાભાઈ ખીમાણીયા કોળી (60) રહે. કૃષ્ણનગર (ગુંગણ)ને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News