મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા !


SHARE







ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા !

વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે લોકોની સાથે ફ્રોડ કે છેતરપિંડી કરવામાં આવતી હોય છે આવો જ ઘાટ ટંકારા તાલુકાના લજાઈ ગામે બન્યો છે જેમાં યુવાને ગાંધીધામમાંથી કુરિયર મારફતે યુપીએસ મંગાવ્યું હતું તેની દસ દિવસ સુધી યુવાનને ડીલેવરી મળી ન હતી જેથી યુવાને ડીટીડીસી કુરિયરનો ગૂગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ તેમાં યુવાને પોતાનું એડ્રેસ અને પીનકોડ નંબર સબમીટ કર્યા હતા અને પાંચ રૂપિયાનો ઓનલાઈન ટ્રાન્જેક્શન કર્યું હતું ત્યારબાદ તેના ખાતામાંથી 4,42,005 રૂપિયા આરટીજીએસ અને આઈએમપીએસ ટ્રાન્જેક્શનથી મેળવી લીધા હતા અને યુવાનની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના લજાઈ ગામે આંગણવાડીની બાજુમાં રહેતા પરસોતમભાઈ વશરામભાઈ મકવાણા (46)એ હાલમાં મોબાઈલ નંબર 9612710663 તથા ફેડરલ બેંક એકાઉન્ટ નંબર 12200808489090ના ધારક તથા તપાસમાં જે ખુલે તેને સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓનું ESSAE ડીજીટ્રોન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યુપીએસ ખરાબ થઈ ગયું હોય યુપીએસ ગાંધીધામ ઓફિસે ડીટીડીસી કુરિયર મારફતથી મંગાવેલ જેની દસ દિવસ સુધી ડિલિવરી ન મળતા ફરિયાદીએ ડીટીડીસી કુરિયરનો ગૂગલમાંથી કસ્ટમર કેરનો નંબર મેળવી તેમાં કોલ કરતા આરોપીએ આપેલી લિંકમાં ફરિયાદીએ કંપનીનું એડ્રેસ અને પીનકોડ ઓનલાઈન સબમીટ કર્યા હતા અને પાંચ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા ફરિયાદીના એક્સિસ બેન્કના ખાતામાંથી આરોપીએ ફેડરલ બેંકના એકાઉન્ટમાં 4,42,005 રૂપિયા આરટીજીએસ તથા આઈએમપીએસ ટ્રાન્જેક્શનથી ઓનલાઇન મેળવી લીધા હતા અને ફરિયાદીને નાણાં પરત આપવામાં આવ્યા નથી જેથી કરીને તેની સાથે છેતરપિંડી એને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News