મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી
ટંકારામાં માત્ર સાડા ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી
SHARE
ટંકારામાં માત્ર સાડા ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી
ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં માત્ર સાડા ત્રણ કલાક બંધ રહેલા મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં ઘરની અંદર કબાટમાં મૂકવામાં આવે સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 2,47,600 ની કિંમતના મુદ્દા માલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં 7 માં આવેલ નવજ્યોત વિદ્યાલય વાળી શેરીમાં રહેતા સુનિલભાઈ મોહનભાઈ રાઠોડ (41) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા 16/9 ના બપોરના બે વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓનું રહેણાંક મકાન બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઘરમાં રાખવામાં આવેલ લોખંડના કબાટમાંથી ચાંદીના પગમાં પહેરવાની કડી એક નંગ, ચાંદીના છડા ચાર લાઈન વાળા એક જોડી, ચાંદીના મોટા સાંકડા એક જોડી, ચાંદીના નાના સાંકડા એક જોડી, ચાંદીનું મંગલસૂત્ર એક આમ કુલ મળીને 998 ગ્રામ ચાંદી તથા સોનાની પાન વાળી બુટ્ટી એક જોડી જેનો વજન 9 ગ્રામ આમ કુલ મળીને 2,47,600 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









