મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં સમયે ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE





વાંકાનેરમાં બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં સમયે ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર હોસ્પિટલ સામેથી વૃદ્ધ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને માથા અને હાથમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જોકે, અકસ્માત સર્જનાર બાઇક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા નવઘણભાઈ અમરશીભાઈ ખમાણી (27) એ બાઈક નંબર જીજે 3 પી ક્યૂ 5020 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સીટી સ્ટેશન રોડ ઉપર પીર મસાયકા સાર્વજનિક હોસ્પિટલ સામેથી તેઓના પિતા અમરશીભાઈ ભલાભાઇ ખમાણી (70) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે બેદરકારીથી બાઈક ચલાવીને ફરિયાદીના પિતાને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને હાથ તથા માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જો કે, અકસ્માત સર્જીને બાઇક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News