મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE
ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
ટંકારા તાલુકાના વાછકપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો 15 વર્ષનો દીકરો કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો જ્યારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ટીસીના જમ્પરનો ડીઓ બદલાવતા સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું છે
મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના વાછકપર ગામે જયુભા ગઢવી ની વાડીએ રહીને મજૂરી કામ કરતા દિનેશભાઈ અજનાનો 15 વર્ષનો દીકરો છગન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોય તે બાળકને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની સુમલાભાઈ રમેશભાઈ મહિડા (40)રહે હાલ વાછકપર મૂળ મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ થાનના રામપર ગામના રહેવાસી રાજેશભાઈ છનાભાઈ દેથળીયા (24) નામનો યુવાન વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ટીસીના જમ્પરમાં ડિયો બદલાવતો હતા ત્યારે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનોનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી